પોતાની પહેલી ફિલ્મ 'ધ ટ્રેન' પછી સયાલી ભગત હિન્દી ફિલ્મોથી લગભગ ગાયબ જ થઈ ગઈ હતી. પરંતુ ફિલ્મી દુનિયામાં જરૂ પોતાની સારી એવુ ઉપસ્થિતિ નોંધાવી ચુકી છે. થયુ એવુ કે બોલીવુડમાં સંઘર્ષ કરતા સયાલીએ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગનો રસ્તો પકડી લીધો. ત્યા તેમનુ સારુ એવુ સ્વાગત થવા ઉપરાંત એક તેલુગુ ફિલ્મમાં સયાલીએ અભિનયના એવુ કૌતુલ બતાવ્યુ કે તેમણે એવોર્ડ પણ આપવામાં આવ્યો.
વર્તમાન સમયમાં પણ સયાલી પાસે તેલુગુ ફિલ્મ ઉપરાંત તમિલ ફિલ્મો પણ છે. એટલુ જ નહી તેઓ હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળવાની છે. જેમા સુભાષ ઘઈની ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ' મહત્વની છે. આ એક કોમેડી ફિલ્મ છે. સયાલીને આ ફિલ્મ દ્વારા ઘણી આશાઓ છે. આ ફિલ્મમાં તેમના હીરો છે શ્રેયસ તલપદે. જેનાથી સયાલીને આશા છે કે દર્શકો સારો રિસ્પોંસ આપશે.
સયાલી હવે કામ પર જ ધ્યાન આપશે
સયાલી ભગત અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની દોસ્તી ખૂબ જ ચર્ચામાં રહી હતી. બંનેની વચ્ચે લગભગ બે વર્ષ સુધી દોસ્તી રહી પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે બંનેની મૈત્રી તૂટી ચૂકી છે અને ફોન પર પણ વાતચીત નથી થતી. સયાલી પાસે ફિલ્મો પણ ઘણી છે અને પાકિસ્તાની ક્રિકેટ ટીમનુ ભારત આવવાનો પોગ્રામ પણ નથી થઈ રહ્યો. આવા સમયે સયાલીએ પોતાના કામ પર જ ધ્યાન આપવુ યોગ્ય સમજ્યુ. આમ તો શોએબની મૈત્રીના કારણે સયાલી ખૂબ જ ચર્ચામાં રહી હતી.