નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અસિનને ઉતાવળ નથી
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
અસિનની જગ્યાએ બીજી કોઈ અભિનેત્રી હોત તો 'ગજીની' જેવી સુપરહિટ ફિલ્મ પછી ઢગલો ફિલ્મ સાઈન કરી ખૂબ પૈસા કમાવ્યા હોત, પરંતુ અસિનના વિચારો આ બાબતે થોડા જુદા છે.

અસિન સમજી વિચારીને અને ધીમે ચાલવા પર વિશ્વાસ કરે છે. તેઓ એ જ પસંદગીની ફિલ્મો સાઈન કરવા માંગે છે, જેમા તેમનો રોલ મહત્વનો છે. સાથે જ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ તેઓ અભિનય કરતી રહેશે.

'દિલ્લી-6' જેવી ઘણી મહત્વપૂર્ણ ફિલ્મો અસિને ઠુકરાવી દીધી હતી. અસિનના આ પગલાની એવુ કહીને આલોચના કરવામાં આવી હતી કે તેમને આ વાતની સમજ નથી કે કઈ ફિલ્મમાં કામ કરવુ અને કોને ના પાડવી. પરંતુ અસિન પોતાના પગલાને યોગ્ય સમજે છે.

'લંડન ડ્રીમ્સ'માં જ્યા તેઓ સલમાન ખાન અને અજય દેવગનની સાથે જોવા મળશે, ત્યા બીજી બાજુ તેઓ ડિઝનીની ફિલ્મ '19વા સ્ટેપ' પણ કરી રહી છે. આ ફિલ્મમાં અસિનની સાથે કમલ હસન અને જાપાની સુપર સ્ટાર તદાનોબૂ અસાનો છે.

અસિનનુ કહેવુ છે કે ડિઝની પ્રોડક્શનની ફિલ્મ હોવાને કારણે મોટાભાગના લોકોને ગેરસમજ છે કે આ એનિમેશન ફિલ્મ છે, જ્યારેકે એવુ નથી. આ ફિલ્મમાં જોરદાર એક્શન છે, જેના માટે અસિન ખૂબ મહેનત કરી રહી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અસિન, બોલીવુડ, ગજિની