ગોવિંદા હાલ પોતાની ફિલ્મો ઉપરાંત પુત્રી નર્મદાને લઈને થોડો અપસેટ છે. ગોવિંદા પોતાની પુત્રીને જલ્દીમાં જલ્દી ફિલ્મોમાં જોવા માંગે છે. આ કારણે તેમણે પુત્રીને પ્રશિક્ષણ પણ અપાવ્યુ અને ફિલ્મ નિર્માણ સંબંધી વિવિધ પ્રક્રિયાઓને સમજાવવામાં સમય પણ આપ્યો. ગોવિંદા ઈચ્છતા હતા કે પુત્રી નર્મદાની ફિલ્મને ડિવિદ ધવન કે નિખિલ અડવાણી નિર્દેશિત કરશે. પરંતુ બંનેની પાસે સમય નથી. ડેવિડ ધવન 2010 સુધી વ્યસ્ત રહેશે. ગોવિંદાની પુત્રીના ફિલ્મનુ કામ ફેબ્રુઆરી 2009થી શરૂ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોઈ કારણસર આવુ ન થઈ શક્યુ. ત્યારબાદ મલ્ટીપ્લેક્સની હડતાલ થવાને કારણે ગોવિંદાની પોતાની ચાર ફિલ્મો રીલિઝ ન થઈ શકી. હવે આવતા બે-ત્રણ મહિનામાં ગોવિંદાની ફિલ્મ રીલિઝ થવાની છે અને ગોવિંદા પોતાની જ ફિલ્મોમાં વ્યસ્ત થઈ જશે. આવા સમયે પોતાની પુત્રીની ફિલ્મ તરફ તેઓ બિલકુલ ધ્યાન નહી આપી શકે. આથી જ તેમને પુત્રીના ફિલ્મ નિર્માણને થોડા સમય માટે આગળ વધારી દીધુ છે. આમ તો ગોવિંદાના નજીકના સૂત્રોના મુજબ તેમણે ડેવિડ ઘવનને પોતાની પુત્રીની ફિલ્મને માટે મનાવી લીધુ છે અને બની શકે કે આવતા કેટલાક મહિનામાં નર્મદા ડેવિડ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કામ કરતા જોવા મળ્યા.