અક્ષય છે કમાલના

અક્ષય કુમારને આમ જ ખેલાડી કુમાર નથી કહેતા, તેઓ સાચે જ ખેલાડી પણ છે. લાંબા સમયથી તેઓ ફિલ્મો કરી રહ્યા છે અને આ દરમિયાન વિવિધ કલાકારોની સાથે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. કપૂર પરિવારમાં જ જુઓ તો કરિશમ કપૂરની સાથે તેમણે 14 ફિલ્મો કરી નાખી. એક સમયે બંનેની જોડી ધૂમ મચાવી ચૂકી છે. હવે કરીના સાથે તેમની સાતમી ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક' આવનારી છે. થોડા દિવસો પહેલા અક્કીએ જાતે આ વાત બતાવી. સાથે સાથે તેઓ એ પણ બતાવવાનુ ન ભૂલ્યા કે ફિલ્મ 'એક્શન રિપ્લે'માં તેઓ આ બંનેના પિતાશ્રી એટલે કે રણધીર કપૂરની સાથે કામ કરી રહ્યા છે. છે ને અક્કી કમાલના....