નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અક્ષય અને સેફ નવા લુકમાં
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
ફિલ્મોમા ભજવાતા પાત્રો મુજબ પોતાને એ પાત્રમાં ઢાળવાની ફેશન બોલીવુડમાં પણ આવી ચૂકી છે અને વિવિધ કલાકારો ફિલ્મી ચરિત્ર મુજબ પોતાની જાતને તૈયાર કરવામાં લાગ્યા છે. પોતાની કેટલીક ફિલ્મોમા જુદા જુદા પાત્રોના મુજબ પોતાને બદલી લેનારા બોલીવુડના બે કલાકારો એકવાર ફરી કંઈક નવુ કરવાની તૈયારીમાં છે જેમા સેફ અલી ખાને પોતાની જ ફિલ્મ 'લવ આજ કલ' માટે એવુ રૂપ બનાવી લીધુ કે તેમની મિત્ર કરીના કપૂર પણ તેમને ઓળખી ન શકી. સેફે પોતે જણાવ્યુ કે આ ફિલ્મમાં તેમનો ડબલ રોલ છે. જેમાથી એક રોલ શીખનો છે અને સેફના કહેવા મુજબ કરીનાએ જ્યારે સેફને પહેલીવાર સરદારના રૂપમાં જોયા તો પહેલી નજરે તો એ ઓળખી જ ન શકી.

N.D
બીજી બાજુ વિપુલ શાહની 'એક્શન રિપ્લે'ના અક્ષય કુમારે પણ પોતાનુ રૂપ પૂરી રીતે બદલી નાખ્યુ છે. આ રૂપ પરિવર્તન માટે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરના આર્ટિસ્ટ પોલ પેટિસનની મદદ લીધી અને અક્ષયનુ કહેવુ છે કે પોલે તેમને બધી રીતે બદલી નાખ્યા. તેમના મુજબ જ્યારે પોલે પોતાનુ કામ પુરૂ કરી લીધુ અને મેં અરીસો જોયો તો પોતાની જાતને ઓળખી ન શક્યો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અક્ષય, સેફ, લવ આજકલ, એક્શન રિપ્લે