છેવટે વિદ્યા બાલનને ઝુકવું જ પડ્યું અને ઈશ્કીયા ફિલ્મના એક દ્રશ્યમાં તેને અરશદ વારસીને ચુંબન આપવું જ પડ્યું. પાછલા દિવસોમાં એક સમાચાર આવ્યા હતાં કે વિદ્યા બાલને આ ફિલ્મમાં અરશદ વારસીને કિસ આપવાની ના પાડી દિધી છે, જ્યારે કે તેમને આ વાત વિશે ફિલ્મ સાઈન કરી ત્યારે જ જણાવી દેવામાં આવ્યું હતું. વિદ્યા પહેલી વખત સ્ક્રીન પર કોઈ હીરોને કીસ નથી કરી રહી. 'ગુરૂ' ફિલ્મમાં તેમના અને માધવનની વચ્ચે કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાંનુસાર વિદ્યાના છેલ્લા સમયે ના કરવાનું કારણ હતું અરશદ વારસી. અરશદ વારસી કોઈ મોટા સ્ટાર નથી અને તેને લીધે વિદ્યા વિચારમાં પડી ગઈ હતી. તેમની ડબલ નીતિથી ફિલ્મ નિર્માતા-નિર્દેશક આશ્ચર્યમાં પડી ગયાં હતાં કે મોટા સ્ટારને કિસ કરવામાં તેમને કોઈ તકલીફ નથી પરંતુ અરશદ વારસી જેવા સ્ટાર વિનાના વેલ્યુ કલાકારને ચુંબન આપવા માટે તેમને વાંધો હતો.
'ઈશ્કીયા' ફિલ્મના નિર્માતા વિશાલ ભારદ્વાજ છે અને વિદ્યાને આ ફિલ્મથી ઘણી બધી આશાઓ છે તેથી તે ચુંબન સીન કરવા માટે માની ગઈ.