યુવાઓના માનીતા અભિનેતા શાહિદ કપૂરને ખુશ થવાનો એક વધારે અવસર મળ્યો છે. પેટા દ્વારા કરવામાં આવેલ એક સર્વેક્ષણમાં શાહિદ કપૂર એશિયામાં સેક્સિએસ્ટ વેજીટેરિયન તરીકે પસંદ કરાયા છે. એક મહિના સુધી ચાલેલા આ સર્વેક્ષણનું છેલ્લુ પરિણામ તાજેતરમાં જ ઘોષિત કરવામાં આવ્યું હતું.
શાહિદ કપૂર પહેલાથી શાકાહારી ભોજનને મહત્વ આપતાં આવ્યાં છે અને સમય સમયાંતરે શાકાહારના પક્ષમાં નિવેદન આપતાં આવ્યાં છે.
આ વિશે શાહીદ કપૂરનુ કહેવું છે કે તેમની એશિયાના સેક્સિએસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી તે બાબતે તેમને ગૌરવ છે. મે હંમેશાથી શાકાહારનું સમર્થન કર્યું છે અને તે વસ્તુ માટે મને સમ્માનિત કરવામાં આવ્યો તેનું મને ગૌરવ છે.
પોતાની વાતને આગળ વધારતાં શાહીદ કહે છે કે આ પોલમાં મારી પસંદગી થવા પાછળ એક વધારે વાત નિર્દેશ થાય છે કે ફિટનેસ માટે માંસાહારી હોવું જરૂરી નથી.