નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અંતરા માલીએ લગ્ન કર્યા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

ફિલ્મ અભિનેત્રી અંતરા માલીએ 12 જૂનના રોજ એક સાદા સમારોહમાં જીક્યૂ પત્રિકાના સંપાદક ચે કુરિયન સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પૂર્વે જ બન્ને વચ્ચે અફેયર શરૂ થયું હતું.

અંતરાએ આ લગ્નમાં વધુ લોકોને બોલાવ્યાં ન હતાં અને માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓ તેમાં શામેલ હતાં. અંતરા પ્રસિદ્ધ ફોટોગ્રાફર જગદીશ માલીની પુત્રી છે.

બૉલીવુડમાં અંતરાને પ્રસિદ્ધી રામગોપાલ વર્માના કારણે મળી. રામૂએ અંતરાને કેટલીયે ફિલ્મોમાં અભિનયનો મૌકો આપ્યો. જેમાં મસ્ત, રોડ, મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂઁ, નાચ અને ગાયબ પ્રમુખ છે પરંતુ આ ફિલ્મોમાં તે ખાસ કોઈ સફળતા પ્રાપ્ત ન કરી શકી.

રામૂ માટે અંતરાએ ‘મિ.યા મિસ’ નામની ફિલ્મ પણ નિર્દેશિત કરી હતી. તાજેતરમાં એવા પણ સમાચાર આવ્યાં હતાં કે રામૂ માટે અંતરા વધુ એક ફિલ્મ નિર્દેશિત કરવા જઈ રહી છે. બન્ને વચ્ચેના સંબંધો પણ ચર્ચામાં રહ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અંતરા માલી લગ્ન