નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » વિદ્યાને બદલવુ પડ્યુ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
ફિલ્મીયાત્રાની શરૂઆત તો સારી થઈ હતી. તેની ઓળખ એક દમદાર અભિનેત્રીના રૂપમાં પણ થઈ ગઈ હતી, પરંતુ હવે વિદ્યા બાલનને કંઈક બીજુ પણ લાગવા માંડ્યુ છે. ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલા લોકો મુજબ વિદ્યાને લાગી રહ્યુ છે કે દર્શકોના દિલમાં લાંબા સમય સુધી વસી રહેવા માટે કદાચ આના કરતા પણ વધુ કંઈક કરવુ પડે. જેના કારણે તે હવે કંઈક નવુ કરવા જઈ રહી છે.

આ બાબતે તે પોતાનુ લુક ચેંજ વધુ ઉત્તેજક કરવા ઉપરાંત તે ફિલ્મોમાં પણ ભાવપૂર્ણ અભિનયની સાથે ચુંબન દ્રશ્ય આપવા માટે રાજી થતી જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મ 'ઈશ્કિયા'ને માટે તેમણે અરશદ વારસીની સાથે આવુ જ એક દ્રશ્યનુ શૂટિંગ કર્યુ. પાછળથી પોતાના આ અનુભવની ચર્ચા પણ મીડિયા સાથે કરી. આ પહેલા વિદ્યા ઘણીવાર આવા દ્રશ્યો માટે ના પાડી ચૂકી છે.

આ સાંભળીને થોડી નવાઈ તો લાગે છે પણ બની શકે કે લોકોના દિલમાં જગ્યા બનાવવા માટે આ સીડીનો ઉપયોગ હવે જરૂરી થતો જઈ રહ્યો હોય. કોણ જાણે ?
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વિદ્યા, બોલીવુડ, ફિલ્મીયાત્રા, અરશદ વારસી