નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સેલિનાના નામનો દુરુપયોગ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
આવુ ઘણીવાર બન્યુ છે કે જ્યારે કોઈ નવા અભિનેતાએ પ્રચાર મેળવવા માટે પોતાની સાથે કામ કરી રહેલ પ્રસિધ્ધ અને ગ્લેમરસ અભિનેત્રીનુ નામ પોતાની સાથે જોડ્યુ છે. મોટાભાગની અભિનેત્રીઓ આ અંગે ચૂપ રહે છે, પરંતુ સેલિના ચૂપ બેસનારાઓમાંથી નથી.

થોડા દિવસો પહેલા સેલિનાએ વાંચ્યુ કે તેમની સાથે કામ કરનારા અભિનેતા અભિમન્યુસિંહ, સેલિનાની સાથે પોતાનુ નામ જોડાવવાથી નારાજ છે. અભિમન્યુની સાથે સેલિના એક થ્રિલર ફિલ્મ કરી રહી છે, જેને જગમોહન મુંદડા બનાવી રહ્યા છે.

'અભિમન્યુ કયા લિક પર અપની વાત કરી રહ્યા છે. મારુ નામ તેમની તેમના સિવાય કોણ જોડી શકે છે, અને તેઓ પાછા પોતાનુ નામ જોડાવવાથી દુ:ખી થઈ રહ્યા છે. મારી સાથે આવુ પ્રથમ વખત થયુ છે. સેલિનાએ નારાજ થઈને કહ્યુ.

સેલિનાએ વધુ સમય ન બગાડતા તરત જ અભિમન્યુને એસએમએસ કર્યો. - અભિમન્યુ ખોટી બકવાસ કરવાનુ બંધ કરી દો આપણી વચ્ચે એવુ કશુ નથી. મીડિયામાં જઈને એ અંગે બોલવાનુ બંધ કરો જે છે જ નહી.

સેલિના કહે છે કે ' કોઈપણ કલાકાર સાથે દોસ્તી કરો અને સારો વ્યવ્હાર કરો તો એ આવી હરકતો કરે છે. અભિમન્યુ એક પ્રતિભાશાળી કલાકાર છે અને એક સહ કલાકાર હોવાના નાતે હુ તેમની સાથે સારો વ્યવ્હાર કરુ છુ. ભવિષ્યમાં મારે કોઈ નવા કલાકાર સાથે મૈત્રી કરતા પહેલા બે વખત વિચારવુ પડશે. તેઓ મારા એકલા હોવાને લઈને અને મારા મૈત્રીભરા વ્યવ્હારનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સેલિના, અભિમન્યુ