નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » નાયકના રૂપમાં એક ખલનાયક
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
સવાલ સૌના મનમાં છે. સવાલ એ છે કે શાઈની આહુજા જેવા અભિનેતાને એક નોકરાણી સાથે બળાત્કાર કરવાની શુ જરૂર પડી ? મુંબઈમાં તો હજારો જરૂરિયાતો પૂરે કરવા માટે લાખો ઉપાયો છે. પૈસા ફેકવા માત્રથી કોઈપણ પ્રકારનો તમાશો જોઈ શકાય છે. આ સત્ય છે કે આ રંગીન શહેરના બજારમાં બધુ મળી રહે છે. શુ છે જે નથી મળતુ, સારુ પણ અને ખરાબ પણ. આમ છતા બળાત્કાર !! મન માનતુ નથી.

આ દરમિયાન સાંભળવા મળ્યુ છે કે શાઈનીએ બળાત્કારની વાત કબૂલી લીધી છે. બની શકે છે, શાઈનીએ બળાત્કાર ન કબૂલ કરતા અવૈધ સંબંધ કબૂલ કર્યો હશે અને કહ્યુ હશે કે જે કાંઈ થયુ એ બંને પક્ષોની સમજૂતીથી થયુ અને મહિનાથી થઈ રહ્યુ છે.

છતા પ્રશ્ન એ ઉઠે છે કે નોકરાણી જ કેમ ? શ્રેષ્ઠ વર્ગમાં નોકરાણીઓને નિશાન બનાવવાનો રિવાજ શરૂ થઈ રહ્યો છે. સહમતિથી, લાલચથી કે જોર જબરજસ્તીથી. પણ આ સદીઓથી ચાલી રહ્યુ છે, કારણ કે ખૂબ જ ચોખ્ખી વાત છે. આ પ્રકારના સંબંધો જવાબદારી નક્કી નથી કરતા.

મિત્ર બનાવવા, પ્રેમિકા બનાવવામાં ઘણી ઝંઝટ છે. સાથે ફરો, સમય અને પૈસો ખર્ચ કરો, કોઈની સાથે પોતાનુ નામ જોડાવા દો. લૈલાઓના બજારમાં જવુ ખર્ચાળ પણ છે અને બદનામી-બીમારીનો ભય જુદો. તેથી શ્રીમંત વર્ગ મજૂર મહિલાઓનુ શોષણ કરે છે.

શાઈની આહુજા પરણેલો છે. ગર્લફ્રેંડ અફેયર નથી કરી શકતા. કોઈની સાથે પોતાનુ નામ જોડાય એ પણ એને નહી ગમતુ હોય. ખર્ચ પણ કરવા એ નહી માંગતા હોય, તેથી તેમણે એક સૌથી સસ્તો અને સુરક્ષિત રસ્તો અપનાવ્યો. ફિલ્મોમાં હીરો હંમેશા બળાત્કાર રોકે છે, જ્યારે અહી તો હીરો પોતે બળાત્કારી છે.

આ મુંબઈની ફિલ્મી દુનિયાની એક હકીકત છે. સ્ત્રી-પુરૂષન સંબંધોમાં બળાત્કાર સૌથી ખરાબ કેમ છે ? કારણ કે આ સંબંધમાં સ્ત્રીને સૌથી વધુ અપમાનિત થવુ પડે છે. બળાત્કારી આ સાબિત કરે છે કે એ સ્ત્રીને માત્ર એક શરીર સમજે છે. બળાત્કારી સાબિત કરે છે કે એ પોતે એટલો યોગ્ય નથી કે કોઈ સ્ત્રી પ્રેમથી તેને સામે પોતાની જાતને સમર્પિત કરી દે. બળાત્કારી સાબિત કરે છે કે એ સંબંધ ખરીદવાને લાયક પણ નથી.

બળાત્કાર ફક્ત એ જ નથી હોતો, જે ફિલ્મોમાં બતાવવામાં આવે છે. હીરોઈનનુ બૂમો પાડવુ, ફફડવુ અને બળાત્કારીનુ રાક્ષસની જેમ હસવુ જ બળાત્કાર નથી. કોઈપણ રીતે સ્ત્રીને તેની ઈચ્છા વિરુધ્ધ હાથ લગાવવો એ પણ બળાત્કારની ક્ષેણીમાં આવી શકે છે. શાઈની આહુજાએ જે કર્યુ એ ધૃણાને પાત્ર છે. સાથે સાથે આ એક મિસાલ છે કે સુંદર ચહેરો પોતાની અસલિયત સાથે કેટલો ધૃણાસ્પદ હોઈ શકે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાઈની આહુજા, બળાત્કાર, નોકરાણી, બોલીવુડ