નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અમિતાભ, 40 વર્ષ અને સન્માન
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
અમિતાભ બચ્ચનને બોલીવુદમાં 40 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 'સાત હિન્દુસ્તાની' 1969માં બની હતી. શરૂઆતમાં અસફળતા પછી અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બન્યા અને અત્યાર સુધી દર્શકોનુ ફિલ્મો દ્વારા મનોરંજન કરી રહ્યા છે.

40 વર્ષ પૂરા થવા પર અમિતાભના જન્મદિવસ પર આ વર્ષે રિલાયંસ ફિલ્મ માર્કેટિંગ કંપની એક ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવાની યોજના બનાવી રહી ચ હે. સૂત્રોના જણાવ્યા મુજબ શરૂઆતમાં થોડી તકલીફ પછી અમિતાભ આ કાર્યક્રમને માટે પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.

મુંબઈના એક સ્ટેડિયમમાં અમિતાભનુ સન્માન કરવામાં આવશે. અમિતાભ અને તેની ફિલ્મો સાથે જોડાયેલ લોકોને આ તક પર આમંત્રિત કરવામાં આવશે. વધુમાં વધુ લોકો આ તક પર અમિતાભના વિશે પોતાના વિચાર પ્રકટ કરશે.

IFM
એટલુ જ નહી અમિતાભની સદાબહાર ફિલ્મોને પણ ફરીથી પ્રદર્શિત કરવાની યોજના છે. શોલે, અમર, અકબર એંથોની, ત્રિશુલ, જંજીર જેવી ઘણી સુપરહિટ ફિલ્મ સિનેમાઘરોમાં બતાવવામાં આવશે, જેથી યુવાપેઢી આ ફિલ્મોને સિનેમાઘરમાં જોઈ શકે.

બિગ-બીએ તાજેતરમાં આના પર કોઈ ટિપ્પણી નથી કરી પરંતુ થોડા દિવસો પહેલા બ્લોગમાં તેમણે આ સંકેત આપ્યા હતો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, અમિતાભ, 40 વર્ષ, સિનેમાઘર