ઉદયનુ નવુ સાહસ

જ્યા સંસારરૂપી રંગમંચ પર લોકોની ભૂમિકાઓ બદલતી રહે છે, ત્યા બોલીવુડ સાથે સંકળાયેલા લોકોની ભૂમિકાઓ બદલાતી રહેવી કોઈ નવાઈની વાત નથી. જેનુ તાજુ ઉદાહરણ છે યશરાજ જેવા યશસ્વી ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા ઉદય ચોપડા, જે અત્યાર સુધી તો એક સંઘર્ષશીલ અભિનેતા તરીકે ઓળખાતા હતા. પરંતુ હવે તેઓ આવનારી એક ફિલ્મ પછી પટકથા લેખકના રૂપે પણ ઓળખાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉદય ચોપડાની બે ફિલ્મો આવવાની છે. એક ડેવિદ ધવનની 'હૂક યા કૂક' અને બીજી છે 'પ્યાર ઈમ્પોસિબલ'. જેને તેમના પારિવારિક બેનર એટલેકે યશરાજ ફિલ્મસે તૈયાર કરી છે. આ જ ફિલ્મની પટકથા ઉદયે લખી છે. એવુ જાણવા મળ્યુ છે કે આના પર તેઓ સાત વર્ષથી મહેનત કરી રહ્યા હતા.