કરીનાને આવ્યો ગુસ્સો

છેવટે કરીનાને ગુસ્સો આવી જ ગયો. થયુ એમ કે પોતાની આવનારી ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક'ના પ્રચાર-પ્રસાર કરી રહી છે. થોડા દિવસો પહેલા એ દિલ્લીમાં આ ફિલ્મ અંગે મીડિયા સાથે વાતચીત કરી રહી હતી. તેણે કહ્યુ કે એ દરેક પ્રકારના રોલ ભજવી શકે છે અને દરેક ફિલ્મમાં તેમણે જુદા જ પ્રકારનો રોલ ભજવ્યો છે. ઉદાહરણ રૂપે તેમણે પોતાની ફિલ્મો 'જબ વી મેટ', 'ઓમકારા', 'દેવ', 'ગોલમાલ રિટર્ન' અને 'કમબખ્ત ઈશ્ક'ના નામ ગણાવ્યા. તેના કહેવા મુજબ આ ફિલ્મોમાં તેની જુદી જુદી ભૂમિકા હતી અને તેણે રોલ મુજબ જ પોતાનુ પાત્ર ભજવ્યુ. તેણે એવુ પણ કહી દીધુ કે હુ એવી અભિનેત્રી છુ જે પટકથા અને ફિલ્મની માંગ મુજબ કંઈ પણ કરી શકુ છુ. બસ કરીનાનુ આટલુ કહેવુ જ ગજબ હતુ. આટલુ કહેવાના થોડીવાર પછી જ એક પંજાબી ચેનલ સાથે સંકળાયેલા પત્રકારે તેમને પૂછી નાખ્યુ કે શુ ભવિષ્યમાં એ કોઈ રોલ માટે ન્યૂડ સીન કરી શકે છે. આટલુ સાંભળતા જ તે એકદમ ગુસ્સે થઈ ગઈ. તેણે આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે પોતાનો સામાન એકત્ર કરીને તરત જ ત્યાંથી રવાના થઈ ગઈ. કમબખ્ત ઈશ્કનો પ્રોમો જોવા ક્લિક કરો