નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » લગ્ન કરવાથી ગભરાય છે સલમાન !
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
પડદા પર વિવિધ રૂપ ભજવવુ તેમના કામનો એક ભાગ છે, પરંતુ સલમાન વાસ્તવિક જીવનમાં પણ ઘણીવાર જુદી જુદી ભૂમિકામાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા તેમના એક ઈંટરવ્યુમાં તેઓ કોઈ સૂફી, કોઈ દાર્શનિકની જેમ વાતો કરતા જોવા મળ્યા. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને પૂછવામાં આવ્હ્યુ કે અત્યાર સુધી તેઓ અવિવાહિત જીવન કેમ વીતાવી રહ્યા છે ? જેના પર સલમાને એક ફિલોસોફરની જેમ કહ્યુ - જબ જબ જો-જો હોના હૈ, તબ તબ સો-સો હોકર રહેગા.

તેમણે આગળ કહ્યુ કે ભાગ્ય મને અચંબામાં મુકશે અથવા તો હતપ્રભ કરશે. જો લગ્ન થયુ તો સારુ, નથી થયુ તો પણ ઠીક છે ને. તેમણે લગ્ન પછીની મુસીબતોની વાત પણ કરી. તેઓ કહે છે કે - લગ્ન પછી જુદા જુદા દબાવ હોય છે. બાળકો થવા જોઈએ, આ કરો, પેલુ કરો. આ સાથે સાથે તેઓ છુટાછેડાને પણ એક મોટી સમસ્યા ગણાવે છે, જે સમાજમાં આજે ઝડપથી ફેલાઈ રહી છે.

સલમાનની આવી વાતો સાંભળીને નથી લાગતુ કે તેઓ ખરેખર ફિલોસોફર થઈ ગયા છે. હજુ લગ્નના તો ઠેકાણા નથી, અને ભાઈ બાળકો અને છુટાછેડા સુધીનુ વિચારી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સલમાન, બોલીવુડ, લગ્ન