સલમાન ખાનના શો 'દસ કા દમ'ના આગામી એપિસોડમા શ્રીદેવી અને બોની કપૂર જોવા મળવાના છે. આ બંનેની ફિલ્મ 'વોંટેડ'માં સલમાન નાયક છે, જેનાથી બોલીવુડને ઘણી આશાઓ છે.
શ્રીદેવી ટીવી શોમાં જવાથી પરેજ કરે છે, પરંતુ પોતાની ફિલ્મના હીરોના આગ્રહને તેઓ ટાળી નહી સકે. સલમાને બોની કપૂરની ફિલ્મ 'નો એટ્રી'માં કામ કરવુ ત્યારે મંજૂર કર્યુ હતુ, જ્યારે તેઓ મુસીબતમાં હતા. કરણ જોહર પણ ટીવી શો માં શ્રીદેવીને બોલાવવા માંગતા હતા, પરંતુ શ્રીદેવીએ તેમને વિનમ્રતાથી ના પાડી દીધી હતી.
બોની કપૂર આ તકનો ફાયદો ઉઠાવવા માંગે છે અને તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ સલમાનના શોમાં પોતાની ફિલ્મ 'વોંટેડ'નુ સંગીત રજૂ કરશે. સલમાનને ફિલ્મનુ સંગીત એટલુ પસંદ પડ્યુ કે તેમણે પણ એક ગીત ગાયુ છે.
આ શો માં 'વોંટેડ'ના નિર્દેશક પ્રભુદેવા અને નાયિકા આયેશા ટાકિયા પણ હાજર રહેશે. સલમાનને મફતમાં સેલિબ્રિટિઝ મળી ગઈ અને બોનીને ફિલ્મના પ્રચારની તક.