નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અજય બન્યા ટેટૂ ફાધર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
સમાજમાં એક બીમારી સામાન્ય છે અને એ છે નકલ કરવાની. કોઈએ કંઈ કરવાની શરૂઆત કરી કે બીજા પણ તેની નકલ કરવાની શરૂઆત કરે છે આ બીમારીથી બોલીવુડ પણ બચ્યુ નથી. અહીં બધા ઈચ્છે છે કે લોકો તેમને જુદી રીતે ઓળખે, પરંતુ ઘણીવાર કામ તો તેઓ એક જેવા જ કરે છે. હાલ થોડા દિવસો પહેલા અક્ષયે પોતાના પુત્રના નામનુ ટેટુ ગૂંદાવ્યુ. અજય દેવગન પણ એ જ રસ્તે ચાલતા હવે પોતાની પુત્રી ન્યાસાના નામનુ ટેટૂ પોતાના શરીર પર બનાવવા માંગે છે.

આ પહેલા પણ ઘણા કલાકાર પોતાના પરિજનોના નામ શરીર પર ગૂંદાવી ચૂક્યા છે. તાજેતરમાં જ સંજય દત્તે પોતાના માતા-પિતાનુ નામ છાતી પર ગુંદાવ્યુ છે. સેફ અલી ખાને તો પહેલાથી જ પોતાની પ્રેમિકા કરીના કપૂરનુ નામ પોતાના હાથ પર ગૂંદાવ્યુ હતુ જાણવા મળ્યુ છે કે અજય દેવગને બોલીવુડના પ્રસિદ્ધ કેશ સજ્જાકાર (હેયર સ્ટાઈલિસ્ટ) આલિમથી આ સંબંધમા સલાહ લીધી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, અજય, અક્ષય