નંદના કરશે ફેશન શો

નંદના સેને શક્યત: પોતાના માટે કે જુદો રસ્તો પસંદ કરી લીધો છે જાણવા મળ્યુ છે કે 'રંગ રસિયા'માં મોટા રંગારંગ દ્રશ્યો આપનારી નંદના એવો જ કોઈ ફેશન શો કરવા જઈ રહી છે. એવુ પણ જાણવા મળ્યુ છે કે ગ્લેમર જગત સાથે સંકળાયેલા એક ફેશન ડિઝાઈનર થોડા ઓછા કપડાંમાં નંદનાને રજૂ કરવા માંગે છે અને નંદન કદાચ એ માટેની તૈયારીમાં વ્યસ્ત છે. જો કે આમ તો ડિઝાઈનર ઉમૈર જફર અને નંદના બંને ઓછા કપડાવાળી વાત નકારે છે. જો કે તેઓ એ જરૂર સ્વીકારે છે કે ફેશન શો પર ચર્ચા ચાલી રહી છે. આમ તો 'રંગ રસિયા' થી ચર્ચામાં આવ્યા પછી નંદનાને એ પ્રકારના ઘણા રોલ ઓફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેને ના પાડી દીધી. એવુ જાણવા મળ્યુ છે કે તેમાંથી એક તો ઈટલીના પ્રસિધ્ધ નિર્દેશકની હતી. હવે એ જોવાનુ છે કે ફેશન શોમાં નંદના પોતાની જાતને કેવી રીતે રજૂઆત કરે છે.