નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » 29 જૂનથી રાખીનો સ્વયંવર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
રાખી સાવંત એક એવું નામ જે હમેશા સમાચારોમાં રહેવાનું પસંદ કરે છે. હાલ આ વિવાદાસ્પદ અભિનેત્રી તમામ ટીવી ચેનલો અને વર્તમાન પત્રોમાં ચર્ચાએ ચડી છે. જેનું કારણ છે રિયલીટી શો ''રાખી કા સ્વયંવર''.

એનડીટીવી પર 29 જૂનથી શરૂ થનારા આ રિયલીટી શો મારફત રાખી પોતાના ભાવિ ભરથારને શોધશે. રાખીએ તાજેતરમાં એક મુલાકાતમાં કહેલું કે તેનો આઈડલ મેન'' શાહરૂખ ખાન જેવો સ્માર્ટ, સલમાન ખાન જેવો કદકાઠી ધરાવતો અને આમિર ખાન જેવા સ્વભાવનો હોવો જોઈએ.

એનડીટીવી પર પ્રસારિત થનારા આ રિયલિટી શો માં 20 સ્પર્ધકો ભાગ લેવાના છે. જેમાં જે વ્યક્તિ આ સ્પર્ધાનો વિજેતા થશે તે રાખી સાવંત જોડે લગ્નગ્રંથીએ જોડાશે. હાલ દુનિયાભરના મૂરતિયાઓ આ સ્પર્ધા માટે આવેદન કર્યું છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: રાખી સ્વયંવર