પાછલાં દિવસોમાં સમાચાર આવ્યાં હતાં કે કરીના કપૂર સૈફ અલી ખાન પર એટલા માટે ગુસ્સે છે કેમકે 'લવ આજ કલ'માં સૈફ અને દિપીકા વચ્ચે કિસીંગ સીન છે. પરંતુ જે સમાચાર હવે 'કમ્બખ્ત ઈશ્ક' વિશે મળ્યાં છે તેને સાંભળીને તો સૈફે આગથી લાલચોળ થઈ જવુ જોઈએ.
કહેવામાં આવી રહ્યું છે કે 'કમ્બખ્ત ઈશ્ક'માં કરીનાના હોઠને અક્ષયે એક બે કે ત્રણ વખત નહિ પરંતુ દસ વખત ચુમ્યા છે. એટલે કે આ ફિલ્મની અંદર અક્ષય અને કરીના વચ્ચે દસ કિસીંગ સીન ફિલ્માવવામાં આવ્યાં છે.
નિર્માતા સાજીદ નડિયાદવાલા આ વિશે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે ફિલ્મ જુઓ અને ગણો કે કેટલા કિસીંગ સીન છે. જાણે કે કોઈ પ્રતિયોગીતા થઈ રહી છે.
આમ તો આ ફિલ્મની અંદર અક્ષય કુમારે હોલીવુડના એક્ટ્રેસ ડેનિસ રિચર્ડસને પણ કિસ કરી છે. ડેનિસ તો અક્ષયની આ કિસથી એટલી બધી પ્રભાવિત થઈ કે તેણે અક્ષયને ગ્રેટ કિસરનો ખિતાબ પણ આપી દિધો. ખેલાડી કુમાર આ રમતની અંદર પણ આગળ છે.