એવું કહેવામાં આવી રહ્યું છે કે બિપાશા બાસુ પોતાના પ્રેમી જોન અબ્રાહમથી નાખુશ છે. તે ત્યારથી નાખુશ છે જ્યારથી જોને કેટરીનાની સાથે ફિલ્મ 'ન્યુયોર્ક'માં કામ ચાલુ કર્યું છે. ઘણી બધી ફિલ્મોની જેમ આ ફિલ્મ વિશે પણ સમાચાર ઉડતાં થયા હતાં કે જોન અને કેટરીના વચ્ચે કંઈક ચાલે છે. આ સમાચારને બાકી બધા લોકો ગમે તે રીતે લે પણ બિપ્સે તો આને વધારે પડતી દિલ પર લઈ લીધી છે અને તે ત્યારથી જોન સાથે થોડીક ખેંચાયેલી રહેવા લાગી છે.
IFM
હમણાં જે તેણે આ ચર્ચાઓને વધારે સાબિત કરી દિધી કેમકે તે ફિલ્મ ન્યુયોર્કની પ્રથમ સ્ક્રીનીંગમાં નહોતી આવી. ફિલ્મ જોવા માટે આવેલ લોકોએ ફિલ્મની સાથે સાથે જોનની કામગીરીની ઘણી પ્રશંસા કરી. ત્યાં જ બિપાશાની ગેરહાજરીને પણ લોકોએ અનુભવી. જ્યારે બિપ્સને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે ગોવામાં શુટિંગ કરી રહી છે અને તેને શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી.
ફિલ્મ જાણકારોનું કહેવું છે કે કેટ અને બિપ્સના સંબંધ સારા નથી. જ્યાં કેટરીના હોય છે તે જગ્યાએ બિપાશા જવાનું પસંદ નથી કરતી. આવી જ પરિસ્થિતિ કેટની પણ છે.