નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રશંસકો દીપિકાની એક ઝલક પણ ન જોઈ શક્યા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
લાગે છે કે યુવા અભિનેત્રી દીપિકા પાદુકોણની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જઈ રહી છે. ત્યારે તો થોડા દિવસો પહેલા દિલ્લી પહોંચી તો તેને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી. ઘડિયાળ બનાવનારી એક વિદેશી કંપનીના નવા બુટિકને લોંચ કરવાના દેશની રાજઘાની પહોંચી હતી. આગમનના સમાચાર મળતા જ દીપિકાના ફેન યુવક-યુવતીઓ ઉપરોક્ત સ્થળ પર એકત્ર થઈ ગઈ. એ દિવસે દિલ્લીમાં ભયાનક ગરમી પડી રહી હતી પરંતુ આ સિને તારિકાના પ્રશંસકો આવી ગરમીમા પણ ત્યાં ઘેરાયેલા રહ્યા.

જો કે તેમાંથી મોટાભાગનાઓના હાથે નિષ્ફળતા આવી. થયુ એમ કે પોતાની પસંદગીની હીરોઈન દીપિકાની એક ઝલક જોવા માટે આતુર આ પરવાનાઓને દીપિકાના દર્શન જ ન થઈ શક્યા. એ બંધ કારમાં આવી. સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત ઘણા લોકો તેમની આસપાસ જમા થઈ ગયા અને એ તેમના વચ્ચે ચાલતી પ્રશંસકોની નજરેથી ઓઝલ થઈ ગઈ. સ્થિતિ એવી હતી કે આ કાર્યક્રમનુ કવરેઝ કરવા આવી પહોંચેલા કેટલાક મીડિયા કર્મચારીઓને પણ દીપિકાની મુલાકાત કરવામાં તકલીફ પડી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, દીપિકા