નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સલમાન બનશે ભ્રષ્ટ પોલીસ ઓફિસર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
'દબંગ' નામની ફિલ્મમાં સલમાન ખાન એક ભ્રષ્ટ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનુ નિર્માઁણ સલમાનના ભાઈ અરબાઝ ખાન કરી રહ્યા છે અને શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી આ ફિલ્મમાં સલમાનની નાયિકા છે.

ફિલ્મોમાં સલમાને મોટાભાગે સારા માણસની ભૂમિકા જ ભજવી છે, પરંતુ 'દબંગ'માં સલમાને ભાઈ અરબાઝ તેમને એક જુદા પ્રકારની ભૂમિકા સોંપી રહ્યા છે. સલમાનના અભિનયનુ આ રૂપ તેમના પ્રશંસકોએ પહેલા ક્યારેય પણ નહી જોયુ હોય.

સલમાન પોતે આ ભૂમિકાને લઈને ઉત્સુક છે. તેઓ પણ એક જેવા રોલ કરી કંટાળી ગયા છે અને કંઈક નવુ કરવા માંગે છે. બીજા નિર્માતા કદાચ જ તેમના આ પ્રકારના રોલ આપતા, તેથી તેઓ ઘરની ફિલ્મ દ્વારા શરૂઆત કરી રહ્યા છે.

શાહરૂખ અને આમિર નવી નાયિકાઓ સાથે કામ કરી રહ્યા છે એ જોઈને સલમાન માટે પણ નવી નાયિકા પસંદ કરવામાં આવી છે. ફિલ્મનુ નિર્દેશન કરશે અનુરાગ કશ્યપના ભાઈ અભિનય કશ્યપ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, સલમાન, દબંગ, સોનાક્ષી