નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » કેટરીનાએ તકનો ફાયદો ઉઠાવ્યો
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
આજે જે કેટરીનાને મળ્યુ છે એ જોઈને કહી શકાય કે અત્યાર સુધી એ કદાચ એની જ શોધમાં હતી. આમ તો એની પાસે સલમાન છે, તેથી તે કોઈ સાથીની શોધમાં તો નહોતી. તેને જરૂર હતી એ તકની જેના દ્વારા એ પોતાની અભિનય ક્ષમતા સિધ્ધ કરી શકે. તક મળી તેને 'ન્યૂયોર્ક'માં અને હવે જે લોકો ફિલ્મ જોઈને આવી રહ્યા છે, તેમના મુજબ કેટરીનાએ આ તકનો ખૂબ જ ચતુરતાઈથી ઉપયોગ કર્યો છે.

અસલ કેટરીના વિશે એવુ કહેવાઈ રહ્યુ હતુ કે તેને અભિનય નથી આવડતો, માત્ર તેની સુંદરતાને કારણે જ એ આગળ આવી છે. આ સાંભળીને કેટરીના અંદરોઅંદર પીડાતી હતી. ઘણીવાર તેને કહ્યુ પણ છે કે તેને જે રોલ મળે છે એને તે પૂરી ઈમાનદારીથી નિભાવવાની કોશિશ કરે છે અને જો કોઈ એવા પડકારરૂપ રોલ મળે તો એ પોતાનો અભિનય પુરવાર કરે.

તાજેતરમાં કબીર ખાનની ફિલ્મ 'ન્યૂયોર્ક'માં મળેલ આ તકને કેટરીના સારી રીતે ઝડપી લીધી છે, એ પણ પોતાની પ્રતિભાના બળ પર. ફિલ્મી સમીક્ષકો મુજબ તેને પોતાનો રોલ ખૂબ જ સુંદરતાથી પ્લે કર્યો છે અને ભાવુક ક્ષણોને જીવંત કરી દીધી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કેટરીના, કબીર ખાન, બોલીવુડ