નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અનિલને અમૃતામાં માધુરી દેખાય છે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
'ગાંધી માય ફાધર' જેવી ગંભીર ફિલ્મો બનાવનારી અનિલ કપૂરની આવનારી ફિલ્મ 'શોર્ટકટ' રજૂ થવા તૈયાર છે. આ વખતે અનિલે વ્યવસાયિક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવી છે. 10 જુલાઈના રોજ આ સિનેમાઘરોમાં જોવા મળશે.

આ ફિલ્મમાં અરશદ વારસી, અમૃતા રાવ અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જો કે આ બધા કલાકારોને વધુ માર્કેટ વેલ્યૂ નથી, તેથી અનિલ કપૂર પોતે પ્રચારમાં લાગ્યા છે.

પોતાની ફિલ્મને ચર્ચિત કરવા માટે અનિલે નિવેદન આપ્યુ કે અમૃતા રાવમાં તેમને માધુરી દીક્ષિતની ઝલક દેખાય છે, તેથી તેમને અમૃતાને ફિલ્મની નાયિકા બનાવી નાખી. ખબર નહી શુ વિચારીને અનિલે માધુરી અને અમૃતાની તુલના કરી નાખી. અનિલને કદાચ આશા હશે કે તેમના આ નિવેદનથી ફિલ્મને પ્રચાર પ્રસાર મળશે.

આમ તો આ ફિલ્મમાં અનિલે એક જમાનામાં પોતાના દુશ્મન રહી ચૂકેલ સંજય દત્ત પર ગીત ફિલ્માવ્યુ છે. આ ગીતમાં અનિલ પોતે પણ જોવા મળશે. બંનેમાં આ વાતની હોડ હતી કે કોણ ખરાબ ડાંસ કરે છે.

અમૃતાએ આ ફિલ્મ દ્વારા સફળતાનો શોર્ટકટ પસંદ કર્યો છે. એ સેક્સી ઈમેજ બનાવવા માંગે છે. તેથી 'શોર્ટકટ'માં તેણે શોર્ટ કપડા પહેર્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ અમૃતા, અનિલ, શોર્ટકટ