કરીના કપૂર અને સેફ અલી ખાન માટે આ જુલાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કરીના કપૂરની 'કમબખ્ત ઈશ્ક' 3 જુલાઈના રોજ અને સેફ અલીની હોમ પ્રોડક્શન 'લવ આજ કલ' 31 જુલાઈના રોજ રજૂ થવા જઈ રહી છે.
કરીનાને આ વાતનો વિશ્વાસ છે કે અક્ષય અને તેની જોડીવાળી ફિલ્મ સફળ થશે. જોકે આ જોડીની છેલ્લી ફિલ્મ 'ટશન' એકદમ ફ્લોપ ગઈ હતી. પરંતુ 'કમબખ્ત ઈશ્ક'ને લઈને તેનુ માનવુ છે કે આ ફિલ્મમાં દરેક વય અને વર્ગના દર્શકોને પસંદ આવનારા તત્વો છે.
કરીના પોતાની ફિલ્મને લઈને જેટલી ઉત્સાહિત છે, તેટલી જ સેફૂની ફિલ્મને લઈને પણ છે. ભલે આ ફિલ્મમાં કરીના ન હોય, પરંતુ એ તેના ઘરની ફિલ્મ છે અને તેની સફળતા તેને માટે મહત્વની છે.
આદર્શ પતિ સાબિત થશે સેફ
સેફ અલી ખાને કરીના કપૂર લગ્ન ક્યારે કરશે, એ તો કદાચ એ પોતે પણ નથી જાણતી, પરંતુ તેને આ વાતની પાકી ખાતરી છે કે સેફ એક આદર્શ પતિ સાબિત થશે. આ નિષ્કર્ષ કરીનાએ સેફના સાથે વિતાવેલી ક્ષણોના આધાર પર કાઢ્યો છે.
કરીનાનુ માનવુ છે કે સેફ એક આદર્શ પુત્ર, એક આદર્શ પિતા છે તો આદર્શ પતિ થવાથી તેને કોણ રોકી શકે છે. અમૃતા સિંહ માટે તો એ આદર્શ પતિ ન બની શક્યા, કદાચ કરીના માટે આદર્શ પતિ સાબિત થાય.
થ્રી ઈડિયટ્સ : કેરિયરની મહત્વપૂર્ણ ફિલ્મ
'થ્રી ઈડિયટ્સ' જેવી ફિલ્મ સાથે જોડાવવુ એ કરીના પોતાનુ સૌભાગ્ય સમજે છે. આમિર જેવા અભિનેતા અને 'લગે રહો મુન્નાભાઈ' જેવી ફિલ્મ બનાવનારા નિર્દેશક રાજકુમાર હીરાનીની સાથે કોણ કામ કરવા નથી માંગતુ. કરીના આ ફિલ્મને પોતાના કેરિયરની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંથી એક માને છે.