નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રિયંકાનુ સોશિયલ વર્ક
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
સતત ચર્ચામાં રહેવુ કોને નથી ગમતુ અને ફિલ્મી કલાકારો તો લાઈમ લાઈટમાં રહેવાનો રોગ હોય છે. એ તેમના વ્યવસાયની માંગ પણ છે. તેથી જ્યારથી ઈનટરનેટ આવ્યુ છે, વિવિધ કલાકારો આ માધ્યમનો ખૂબ ઉપયોગ કરે છે. જેમાંથી કેટલાક કલાકારો બ્લોગ બનાવી રહ્યા છે તો કેટલાક એવા છે જે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ દ્વારા પોતાના પ્રશંસકોનો સંપર્ક બનાવી રહ્યા છે.

થોડા દિવસો પહેલા જે એવુ જાણવા મળ્યુ કે પ્રિયંકા ચોપડા એક આવા જ નેટવર્કિંગ સાઈટ પર રોજ પોતાની હાજરી નોંધાવે છે. તેમના એક નજીકના સૂત્રનુ કહેવુ છે કે પ્રિયંકા આને લઈને ગંભીર છે અને દિવસમાં એક વખત જરૂર પોતાના પેજ પર જાય છે. તાજેતરમાં જ તેણે વિશ્વવિખ્યાત સંગીતકાર, ગાયક અને નર્તક માઈકલ જેક્સનને શ્રધ્ધાંજલિ આપી. આમ તો ઈમાનદારીની વાત એ છે કે પ્રિયંકાના આ પેજને જ્યારે ઓપન કરવાની કોશિશ કરવામાં આવી તો એ ન ખુલ્યુ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ ગપશપ, પ્રિયંકા