માસૂમીનો પ્રકૃતિ પ્રેમ

જ્યારે આખી દુનિયામાં ઈકો ફ્રેંડલી થવાની ધૂમ મચી છે, એવામાં અભિનેત્રી માસૂમીએ આ દિશામાં એક મોટુ પગલુ ઉઠાવ્યુ. એમા તેણે કર્યુ એવુ કે તાજેતરમાં જ એ બાન્દ્રાના પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. આ ઘરમાં જતા પહેલા જ તેણે ત્યાં ઘણી લીલોતરી બિછાવી દીધી હતી. પોતાની જાતને પ્રકૃતિ પ્રેમા બતાવતા એ કહે છે કે હું પ્રકૃતિને પ્રેમ કરુ છુ, તેથી મારુ ઘર હવે એક જંગલ જેવુ લાગે છે. અહીં દરેક જગ્યાએ છોડ છે અને પ્રકૃતિના બધા રંગ પણ. 'અલીબાગ', 'દસ કહાનિયા', 'વો લમ્હે', 'ચુપકે સે' અને 'મકબૂલ' જેવી ફિલ્મોમાં જોવા મળેલી માસૂમી પ્રકૃતિને બચાવવા માટે ખૂબ જ સારા સંદેશ પણ આપે છે. એ સંદેશ જેવા કે વીજળી બચાવવા બલ્બનો ઉપયોગ કરો, કામ ન હોય તો લાઈટ, પંખા આદિ બંધ કરો, પ્રકૃતિ-મિત્ર કચરો અને પ્રદૂષિત કચરો જુદો જુદો કરો. બ્રશ કરતી વખતે નળ બંધ રાખો અને સૌથી જરૂરી એ કે વૃક્ષ-છોડ વાવો. જોવા જઈએ તો માસૂમીની વાતો ખૂબ જ મહત્વની છે, તેથી આશા રાખીએ કે એ આવી વાતો ફેલાવતી રહે.