'કમીને' ફિલ્મમાં શાહિદ કપૂરનુ એક પાત્ર સમાજ સેવા કરે છે. તે લોકોને એડ્સના સંકટથી ચેતવે છે. આ માટે નિર્દેશક વિશાલ ભારદ્વાજે શાહિદ પર એક ગીત ફિલ્માવ્યુ છે. શાહિદ લોકોને આ ગીત દ્વારા કંડોમનો પ્રયોગ કરવાની સલાહ આપે છે. જેથી એ ભયાનક બીમારીઓથી બચી શકે.
આ ગીતને રેડ લાઈટ એરિયામાં ફિલ્માવ્યુ છે અને સુખવિંદરે આ ગીત ગાયુ છે. વિશાલ ભારદ્વાજનુ માનવુ છે કે એડ્સથી પીડિત થનારા લોકોની સંખ્યા ભારતમાં ઝડપથી વધી રહી છે. કદાચ આ ફિલ્મનુ ગીત સાંભળી લોકોમાં જાગૃતતા આવે.
'કમીને' 14 ઓગસ્ટના રોજ રજૂ થઈ રહી છે. શાહિદ ડબલ રોલ કરી ભજવી રહ્યા છે અને પ્રિયંકા ચોપડા તેમની નાયિકા છે.