નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » એશ્વર્યા કરાટે શીખી રહી છે
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
રજનીકાંતની સાથે એશ્વર્યા રાય એક મોટા બજેટની તામિલ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું નામ પહેલાં રોબોટ રાખવામાં આવ્યું હતું પરંતુ હમણા તેને બદલીને એંધીરન કરી દેવાયું છે. આ ફિલ્મની અંદર એવું દેખાડવામાં આવ્યું છે કે ઐશ્વર્યા ફિલ્મના હીરો રજનીકાંત પાસેથી કરાટેની ટ્રેનિંગ લઈ રહી છે.

પોતાના ચરિત્રમાં વિશ્વસનીયતા લાવવી તે ઐશ્વર્યાની જુની આદત છે. જોધા અકબરને યાદ કરો જેને માટે ઐશ્વર્યાને તલવારબાજી શીખી હતી. હાલમાં તે દક્ષિણના એક પ્રમુખ કરાટે માસ્ટર પાસેથી કરાટેની ટ્રેનિંગ લઈ રહી છે. રજનીકાંત તો કરાટે માસ્ટર છે જ તેથી તેમને ટ્રેનિંગ લેવાની કોઈ જ જરૂરત નથી.

નિર્દેશક આ ફિલ્મને ભવ્ય બનાવવા માટે કોઈ જ અવસર ચુકવા માંગતા નથી. ફિલ્મની સાથે જોડાયેલ લોકોનું કહેવું છે કે આ ભારતીય ફિલ્મ ઈતિહાસની શાનદાર ફિલ્મોમાંની એક હશે.

આ ફિલ્મની વાર્તા વિશે કંઈ પણ જાણ નથી કરાઈ અને ફિલ્મની સાથે જોડાયેલ લોકોને પણ ફિલ્મ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દેવાઈ છે. ફિલ્મના અંતે રજનીકાંત પોતાના જેવા દેખાતા 100 રોબોટ્સની સાથે લડતાં દેખાશે.

માનવામાં આવે તેવી વાત છે કે આ ફિલ્મ શંકર પહેલાં શાહરૂખ ખાનની સાથે કરવાના હતાં, પરંતુ બંનેની વચ્ચે મતભેદ થઈ ગયાં. અંતે શંકરે આ ફિલ્મને રજનીકાંતની સાથે કરવાનો નિર્ણય કર્યો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: એશ્વર્યા, કરાટે, રોબોટ, રજનીકાંત