ઈશા પણ ખુશ છે

ઈશા કોપ્પીકરે 'ગર્લફ્રેંડ' નામની ફિલ્મમાં સમલૈંગિક પાત્ર ભજવ્યુ હતુ. ફિલ્મમાં તેમની સાથે અમૃતા અરોરા હતી. આ ફિલ્મને ચર્ચા તો ઘણી મળી હતી, પરંતુ સફળતા નહી. કદાચ ફિલ્મનો વિષય એ સમય મુજબ વધુ બોલ્ડ હતો. હાલ તો ઈશા આ વાતથી ખુશ છે કે સમલૈંગિક સંબંધોને ભારતમાં પણ માન્યતા મળી ગઈ છે. ઈશાના મુજબ બધાને સ્વતંત્રતાથી જીવવાની છૂટ છે. ઈશા ખુશ છે કે હવે સમલૈંગિક પણ સન્માનથી જીવી શકશે. આ અગાઉ સેલિના જેટલીએ પણ આ માન્યતા બદલ સમલૈંગિકોને અભિનંદન પાઠવ્યા હતા. બોલીવુડના આ કલાકારો દ્વારા સમર્થન આપવુ એ કોઈ માંનવતાનુ ઉદાહરણ નથી લાગતુ, આ તો તેમના વ્યવસાયનો એક ભાગ માત્ર છે.