નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હીરોઈનો વચ્ચેનુ શીત યુધ્ધ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
લાગે છે કે યુધ્ધ પૂર ઝડપે ચાલી રહ્યુ છે. વર્તમાન સમયની ચર્ચિત નાયિકાઓ ધડધડ ફિલ્મો કરી રહી છે અને દનાદન એક બીજા પર વાર કરી રહી છે. ફિલ્મ રીલિઝ થતી વખતે આ શબ્દબાણના હુમલા જોર પકડે છે. આવી જ રીતે કેટરીનાએ એક છાપાને ઈંટરવ્યુ આપતા એક ધમાકો કર્યો છે. તેણે કહ્યુ કે - મારી તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ વિશે એવુ તો ન જ કહી શકો કે કેટરીના કેફે ટુંકુ સ્કર્ટ પહેર્યુ છે, તેથી એ ફિલ્મ ચાલી. તેમનુ કહેવુ છે કે લોકોનુ ધ્યાન ખેંચવા મારે પગ(નગ્ન)બતાડવાની જરૂર નથી.

કેટરીનાની વાત સાંભળ્યા પછી હવે પ્રશ્ન એવો પૂછાઈ રહ્યો છે કે કેટ આવુ કહીને શુ કરીના કપૂર પર નિશાન લગાવી રહી છે કે કરીનાની તાજેતરમાં રીલિઝ ફિલ્મ 'કમબખ્ત ઈશ્ક'માં મનમૂકીને અંગ પ્રદર્શન કર્યુ છે. જેની બધે જ ચર્ચા થઈ છે. આ સાથે જ કેટલાક લોકો કેટરીનાની પહેલી ફિલ્મ 'બૂમ'યાદ કરી રહ્યા છે જેમાં કેટરીના પણ મનમૂકીને અંગ પ્રદર્શન કર્યુ હતુ. આમ પણ ઘણા લોકો આ પ્રકારની વાતોને ફિલ્મ પ્રચારનો એક ભાગ સમજે છે કે અ પ્રકારની વાતો પછી પાછળથી ચર્ચા તો થશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: કેટરીના, કરીના, કમબખ્ત ઈશ્ક, અંગ પ્રદર્શન