નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ 2' માં અક્ષય કુમાર!
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

રાહુલ બોસ અને મલ્લિકા શેરાવત અભિનીત ફિલ્મ 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ'નો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે. આ ફિલ્મના બીજા ભાગમાં અભિનેતા અને અભિનેત્રીને બદલી દેવામાં આવ્યાં છે.

રાહુલની જગ્યાએ અક્ષય કુમાર દેખાઈ શકે છે. સુત્રોના જણાવ્યાંનુસાર અક્ષય સાથે વાત કરી લેવામાં આવી છે અને તો ફિલ્મ કરવા માટે ઉત્સાહિત છે. સતત પાંચ ફ્લોપ ફિલ્મોથી હેરાન અક્ષય હવે કંઈક નવું કરવા માંગે છે.

જ્યાં સુધી નાયિકાનો સવાલ છે ત્યાં સુધી તો મલ્લિકાની જગ્યાએ સોનમ કપૂરને લીધાની ચર્ચા છે. સોનમ અને અક્ષયની ઉંમરમાં ઘણો તફાવત છે. પરંતુ જ્યારે ખાન ઓછી ઉંમરની છોકરીઓ સાથે સ્ક્રીન પર રોમાંસ કરી શકે તો અક્ષય કેમ નહિ?
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પ્યાર કે સાઈડ ઈફેક્ટસ 2, અક્ષય કુમાર, રાહુલ બોસ, મલ્લિકા શેરાવત