નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ઈમરાન હાશમીનો આરોપ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
ઈમરાન હાશમીને તેમના સોસાયટીવાળાઓએ એનઓસી સર્ટીફીકેટ આપવાની ના પાડી દીધી. મુંબઈના પાલી હિલમાં સ્થિત એક સોસાયટીએ તેમને ઘર લેવાથી રોકી દીધા છે. આ બદલ ઈમરાન હાશમીએ આરોપ લગાવ્યો કે તે મુસલમાન હોવાથી તેની સાથે આવો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

બોલીવુડના કેઅલાક મુસલમાન પણ આ કલાકારની જેમ ભેદભાવના શિકાર થયા છે, જ્યારે તેમને ખાસ વિસ્તારોમા મકાન આપવાની એ માટે ના પાડી દીધી કે એ લોકો મુસલમાન છે.

ઈમરાન આ બાબતે ચુપ ન બેસ્યા અને તેમણે રાજ્યના અલ્પસંખ્યક કમીશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. આ બાબતે મહેશ ભટ્ટ પણ તેમને મદદ કરી રહ્યા છે.

ઈમરાનની આ વાત કેટલી યોગ્ય હોઈ શકે ? એક અભિનેતાને એ માટે ના પાડેલી હોવી જોઈએ કે તે રહેશે તો એ વિસ્તારમાં કદી શાંતિ નહી રહે, કારણ કે અવાર-નવાર તેમના ફેન તેમને મળવા માટે આવતા રહેશે. આપણે જોઈએ છીએ કે સેલીબ્રીટી કોઈ આરોપમાં સંડોવાય તો વધુ હાહાકાર મચી જાય છે. ખાસ વાત તો એ છે તેમણે જે પ્રકારના કેરેક્ટર ફિલ્મમાં કર્યા છે એને જોતા લોકો એવુ સમજતા હોય કે તેઓ રિયલમાં પણ આવા જ હશે, એ દ્રષ્ટિએ પણ સોસાયટી તેમને એનઓસી ન આપી હોય.

જો લોકોના મનમાં મુસલમાન અભિનેતાઓ પ્રત્યે આટલો રોષ હોય તો શુ આજે સલમાન, શાહરૂખ, આમિર જેવા કલાકારો આજે ટોપના હીરો બની શક્યા હોત ? તેમની ફિલ્મો લોકોએ જોઈને તેમને સફળ અભિનેતાની શ્રેણીમાં પહોંચાડ્યા હોત ખરા ?
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઈમરાન હાશમી, બોલીવુડ, મુસ્લિમ, અભિનેતા, એનઓસી