નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » દીપિકાની હિંમત
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 
કામ પ્રત્યેની સમર્પણ ભાવના જોવી હોય તો દીપિકા પાદુકોણની જ જોઈ લેવી જોઈએ. વર્તમાન દિવસોમાં તેની ફિલ્મ 'હાઉસફુલ'નુ શૂટિંગ લંડનમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યુ છે. સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવનારી આ ફિલ્મમાં દીપિકાની સાથે અક્ષય કુમાર, અર્જુન રામપાલ, લારા દત્તા, રીતેશ દેશમુખ અને જિયા ખાન વગેરે કલાકાર પણ કામ કરી રહ્યા છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન દીપિકાને મલેરિયાએ જકડી લીધી. જેનાથી લાગ્યુ કે હવે શૂટિંગ રોકવુ પડશે, કારણ કે જે દ્રશ્યનુ શૂટિંગ કરવાનુ હતુ તેમા દીપિકાનુ હોવુ જરૂરી હતુ. પરંતુ દીપિકાએ હિમંત ન હારી અને દવા લઈને કામ ચલાવ્યુ. યૂનિટના બધા લોકોને લાગતુ હતુ કે દીપિકાની હાલત સારી નથી.

પરંતુ તેણે આનો પ્રભાવ પોતાના કામ પર ન પડવા દીધો. દીપિકાની આ સમર્પણ ભાવનાથી સમગ્ર શૂટિંગ ટીમની સાથે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાળા પણ ખૂબ પ્રભાવિત થયા, કારણ કે આ સમયે અક્ષય કુમારે પોતાના પૂરો સમય આ ફિલ્મને આપી રાખ્યો છે. આવા સમયે દીપિકા કામ ન કરતી તો અક્ષયની સાથે સાથે બધાનો સમય બરબાદ થતો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: દીપિકા, શૂટિંગ, અક્ષય, હાઉસફુલ