મુંબઈ ઓલ ઈંડિયા એસોસિએશન ઑફ ઈંડસ્ટ્રીજે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને તેને પોતાના જમાનાના ખ્યાતનામ ફિલ્મ અભિનેતા દેવાનંદને 'ભારત રત્ન' આપવાની માગણી કરી છે.
એઆઈએઆઈના અધ્યક્ષ વિજય કલાંતરીએ પોતાના પત્રમાં કહ્યું કે, દેવાનંદ પહેલેથી જ પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાલ્કે અને અન્ય કેટલાયે સન્માન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. ફિલ્મ ઉદ્યોગ અને સમાજ પ્રત્યે તેમના અમૂલ્ય યોગદાનને પગલે હવે તેમને 'ભારત રત્ન' થી સમ્માનિત કરવામાં આવવા જોઈએ.
એસોસિએશનના નિર્દેશક અશોક પંડિતે કહ્યું કે, 'ભારત રત્ન' એવોર્ડ માટે દેવાનંદ યોગ્ય પસંદ રહેશે.