મધુર ભંડારકર 'જેલ' નામની એક ગંભીર ફિલ્મ બનાવી રહ્યાં છે. આને મસાલેદાર બનાવવા માટે આની અંદર આઈટમ નંબર નામનો મસાલો પણ નાંખી રહ્યાં છે. 'બરેલી કા બાજાર' પર સયાલી ભગત નાચતી દેખાશે.
મધુરનું કહેવું છે કે આ ગીત સ્ક્રીપ્ટની ડિમાંડ છે અને તેઓ આને જોરપુર્વક ઠોસી નથી રહ્યાં. આ ગીતને બારના સેટ પર ફિલ્માવવામાં આવશે અને ગીતને વધારે સારૂ બનાવવાનો શક્ય એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ પહેલા સયાલીએ 'હલ્લા બોલ'ની અંદર પણ આયટમ સોંગ આપ્યું છે. 'ધ ટ્રેન' થી સયાલીની મુસાફરીથી શરૂઆત થઈ, પરંતુ હજી સુધી તે ક્યાંય પણ નથી પહોચી શકી. 'ગુડલક' અને 'પેઈંગ ગેસ્ટ' જેવી ફિલ્મ તેમણે કરી, પરંતુ તેનાથી તેને કોઈ જ ફાયદો ન થયો.
ઘણી વખત આયટમ નંબર કરીને પણ અભિનેત્રીઓ ચર્ચામાં આવી જાય છે. આશા રાખીએ કે 'બરેલી કા બાજાર' સયાલીની જીંદગીમાં રોનક લાવે.