આશુતોષ ગોવારીકરને પીરિયડ ફિલ્મ બનાવવી ગમે છે. 'જોધા અકબર'નો થાક ઉતારવા માટે તેઓ હળવી ફિલ્મ 'વોટ ઈઝ યોર રાશિ' બનાવી રહ્યાં છે, જેની અંદર પ્રિયંકા ચોપડા અને હરમન બાવેજાની જોડી છે. આ ફિલ્મ પછી એક વખત ફરીથી આશુતોષ ઈતિહાસને વર્તમાનમાં લાવવાના છે. બ્રિટિશ સામ્રાજ્યમાં ચટગામમાં જે ઘટના ઘટી હતી તેને ધ્યાનમાં રાખીને તેઓ ફિલ્મ બનાવવાના છે. ફિલ્મનું નામ સાંભળીને તમને અમિતાભ દ્વારા અભિનીત 'મૈ આઝાદ હુ' નું ગીત યાદ આવી શકે છે. 'ખેલે હમ જી જાન સે' આશુતોષની આ ફિલ્મનું નામ હશે અને આની અંદર હીરો છે બીગ બી.