ફિલ્મ જગતમાં આપવા-લેવાની પ્રક્રિયા ચાલુ છે. એકબાજુ આપણા કલાકારો હોલીવુડ જઈને કામ કરી રહ્યા છે, તો બીજી બાજુ હોલીવુડના કલાકાર પણ ભારતીય ફિલ્મોમાં પહેલા કરતા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ જ રીતે દક્ષિણ ભારતીય કલાકાર પણ હિન્દી ફિલ્મોમાં અને અમારા અહીંના કલાકાર ક્ષેત્રીય ભાષાઓની ફિલ્મોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. આપણી ત્યા જે કલાકાર હિન્દી ફિલ્મોમાં સફળ નથી થતા તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા હંસિકા વિશે એવા સમાચાર છાપવામાં આવ્યા કે તે તેલુગુ ફિલ્મો ઉપરાંત તમિલ ફિલ્મો પણ કરી રહી છે.
તાજેતરમાં જ તેણે એક તમિલ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી છે. તેના કહેવા મુજબ તેણે કલાકાર ઈમરાન ખાન સાથે એક ફિલ્મ સાઈન કરી છે, પણ હાલ તે એના વિશે વધુ બતાવવાની ના પાડે છે. ગયા મહિને એટલેકે ઓગસ્ટમાં હંસિકા 18 વર્ષની થઈ છે પોતાના જન્મદિવસ પર એ અનાથાલય ગઈ, સાંજે તેણે મિત્રોને પાર્ટી આપી.