રંભા ફરીથી સ્ક્રીન પર

રંભા યાદ છે ને તમને ? અરે એ જ સલમાન ખાનની સાથે ફિલ્મ 'જુડવાં'માં તેણે ગજબ કરી હતી. અનિલ કપૂરની સાથે પણ તે ફિલ્મ 'ઘર વાલી બાહર વાલી'માં હતી. દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મોમાં તો એ છવાયેલી રહેતી હતી. ત્યાંના દર્શકોએ રંભાને નામ આપ્યુ હતુ 'થંડર થાઈઝ'. એ જ રંભા એકવાર ફરી પડદાં પર જોવા મળવાની છે. તાજેતરમાં રજૂ થયેલ ફિલ્મ 'ક્વિકગન મુરુગન'માં રંભાએ પણ કામ કર્યુ છે. આ ફિલ્મમાં તેણે મેંગો ડોલીનો રોલ ભજવ્યો છે અને એ એક ખાટી-મીઠી કેરી જેવી જ લાગી રહી છે. આ ફિલ્મમાં તેણે 15 લાખ રૂપિયાની એક વિશેષ વિગ પહેરાવવામાં આવી છે. એવુ બતાવાય છે કે આ વિગ અમેરિકામાં બનાવવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તેમના વિશે કેટલીક અશુભ વાતો ઉડાવાઈ રહી હતી, પણ રંભાએ સ્ક્રીન પર ફરીથી એંટ્રી મારીને એ બધી અફવાઓને ખોટી સાબિત કરી છે. આ ઉપરાંત તેણે પોતાના વિશે ખોટી અફવાઓ ઉડાવનાર પોતાના હિતેચ્છુઓ(?)ને એ સંદેશ પણ આપ્યો છે કે હજુ એ સકુશળ છે અને સક્રિય પણ.