ગોવિંદા અને ડેવિડ ધવનની સફળ જોડીએ ઘણી સફળ ફિલ્મો આપી છે. 'ડૂ નોટ ડિસ્ટર્બ' આ જોડીની નવી ફિલ્મ છે. ગોવિંદા, સુષ્મિતા સેન, લારા દત્તા અને રિતેશ દેશમુખ ફિલ્મના મુખ્ય કલાકાર છે.
લગ્ન પછી પતિને એક અન્ય સ્ત્રી સાથે પ્રેમ થઈ જાય છે. પોતાના આ પ્રેમને છાનો રાખવા તેને શું-શું કરવુ પડે છે, એ આ ફિલ્મમાં હાસ્યની ચાસણીમાં ડૂબાડીને રજૂ કરવામાં આવ્યુ છે.