નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રિયંકાના નામનો વિશ્વ રેકોર્ડ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
સાચે જ પ્રિયંકા ચોપડાનો સમય ખૂબ સારો ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા રીલિજ થયેલ ફિલ્મ 'કમીને'માં તેનો સાધારણ છોકરીવાળો રોલ સૌએ પસંદ કર્યો. હવે તેની આગામી ફિલ્મ 'વ્હોટ્સ યોર રાશિ' રીલિઝ થવા તૈયાર છે. ફિલ્મ આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રીલિઝ થશે. મહત્વની વાત તો એ છે કે પ્રિયંકાએ આ ફિલ્મમાં 12 જુદા જુદા પાત્ર ભજવ્યા છે, જે બોલીવુડના ઈતિહાસમાં પહેલીવાર બની રહ્યુ છે કે એક સ્ત્રી કલાકાર આટલા રોલ એકસાથે ભજવે. પુરૂષ કલાકારોએ કેંટલીક ફિલ્મોમાં આવા રોલ જરૂર ભજવ્યા છે.

આ કાર્યમાં શિવાજી ગણેશનનુ નામ સૌથી પહેલા આવે છે, જેમણે ફિલ્મ 'નવરાત્રિ'માં વિવિધ પ્રકારના 9 રોલ ભજવ્યા છે. સશક્ત અભિનયથી રંગ જમાવનારા અભિનેતા સંજીવ કુમારે પણ ફિલ્મ 'નયા દિન નઈ રાત'માં આવા જ રોલ ભજવ્યા હતા. બહુમુખી પ્રતિભાવાળા કમલ હસને તો ફિલ્મ 'દશાવતારમ'માં 10 રોલ ભજવ્યા છે. હવે પ્રિયંકા આ સૌની આગળ જતા એકસાથે 12 રોલ ભજવી રહી છે. તેથી ફિલ્મ નિર્માતાએ 'ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સ'સાથે સંપર્ક કરી પ્રિયંકાનુ નામ આ વિશ્વવિખ્યાત પુસ્તકમાં નોંધાવવાનો આગ્રહ કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: પ્રિયંકા, વિશ્વ રેકોર્ડ, ગ્રિનીઝ બુક, વ્હોટઝ યોર રાશિ