એક વિદેશી ચેનલના રિયાલીટી શો દ્વારા દુનિયાભરમાં ઓળખ બનાવી લેનારી શિલ્પા શેટ્ટીની એક નાની બહેન પણ છે શમિતા શેટ્ટી. શમિતાએ પણ અભિનયની દુનિયામાં પોતાનુ નસીબ અજમાવ્યુ છે. હાલ એ શિલ્પા શેટ્ટીના પ્રોડક્શન હાઉસનુ કામકાજ જોઈ રહી છે. શમિતાના મુજબ એ અહી ફિલ્મ નિર્માણની રચનાત્મક બાજુઓ જુએ છે જેને લઈને વારંવાર તેની શિલ્પા સાથે બોલાચાલી થઈ જાય છે. શમિતા કહે છે કે 'રચાનાત્કમ મતભેદ માટે અમે બન્નેની પાસે પોતપોતાના તર્ક છે. આ ખૂબ જ ઉત્સાહિત કરનાર અને પડકારરૂપ બાબત છે કે અમે આવા રચનાત્મક વિષયો પર ચર્ચા કરીએ છીએ.
આ બાબતે શમિતા આગળ કહે છે કે અમે આવા રચનાત્મક વિષયો પર ચર્ચા કરીએ છીએ.
આ બાબતે શમિતા વધુમાં કહે છે કે અમે બંન્ને અભિનેત્રી છીએ જેથી જાણીએ છીએ કે સારી ફિલ્મ માટે કેવી સ્ક્રિપ્ટ જોઈએ. હવે આ બાબતે આપણે શુ કહીએ. શિલ્પા વિશે સૌ જાણે છે અને શમિતા વિશે પણ. શમિતાની પ્રથમ ફિલ્મ 'મોહબ્બતે' યશરાજ બેનરની સફળ ફિલ્મ હતી. પછી 'જહર' પણ સારી ફિલ્મ હતી. ત્યારબાદ તેની કેટલી ફિલ્મો આવી અને ગઈ એ ખબર જ ન પડી. તે દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોના આઈટમ સોંગ્સમાં જરૂર જોવા મળે છે.