અનુષ્કા શર્માને જો કદાચ તમે ભુલી ગયાં હોય તો તમને યાદ કરાવી દઈએ કે 'રબ ને બના દી જોડી'માં શાહરૂખની નાયિકા બની હતી. આ ફિલ્મ પછી અનુષ્કાના કોઈ સમાચાર નથી આવ્યાં.
યશરાજ ફિલ્મ્સની સાથે અનુબંધ હોવાને લીધે તે બહારની કોઈ પણ ફિલ્મ સાઈન નથી કરી શકી. યશરાજ ફિલ્મ્સે તેમને લઈને એક ફિલ્મ શરૂ કરી છે પરંતુ તે ચર્ચામાં નથી.
સમાચાર મળ્યાં છે કે આ તેને કરારનામાથી મુક્ત કરી દેવાઈ છે અને તેણે તાજેતરમાં જ નિખિલ અડવાણી સાથે ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મની અંદર તેમના નાયક અક્ષય કુમાર છે.
અનુષ્કાની સાથે જોડાયેલ લોકોનું માનવું છે કે, નિખિલની ફિલ્મમાં કામ કરીને અનુષ્કાને જરૂર ફાયદો થશે. અન્ય નિર્માતાઓને પણ સંદેશ મળી જશે કે તે બધા જ નિર્માતાઓ માટે પણ ઉપલબ્ધ છે અને આવનારા દિવસોમાં તેને ઘણી બધી ફિલ્મો મળી શકે છે.