ખ્યાતનામ અભિનેતા વિનોદ ખન્નાનો જન્મ પેશાવરમાં થયો. ફિલ્મોમાં તેમનું આગમન એક વિલન તરીકે થયું. તેમની પ્રથમ ફિલ્મ 'મન કા મીત' આવી જેમાં તેમણે સુનીલ દત્ત સાથે વિલનની ભૂમિકા ભજવી. ત્યાર બાદ તેમણે કેટલીયે મલ્ટીસ્ટાર્ર ફિલ્મોમાં કામ કર્યું.
થોડા જ વર્ષોમાં તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી. તેમની ખ્યાતનામ ફિલ્મોમાં હાથની સફાઈ, હેરાફેરી, કુર્બાની, રાજપૂત, દયાવાન, 99 અને તાજેતરમાં આવેલી ફિલ્મ વોન્ટેડ શામેલ છે.
તેમના પુત્ર અક્ષય ખન્ના પણ એક ખ્યાતનામ અભિનેતા છે. વિનોદ રાજનીતિથી પણ જોડાયેલા છે.