નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » ફિલ્મ પૂરી કર્યા પછી લગ્ન કરીશ - શિલ્પા
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
એવી વાતો સાંભળવા મળી છે કે શિલ્પા શેટ્ટીનુ લગ્ન આગળ વધી ગયુ છે. આ નિર્ણય તો શિલ્પાએ પોતે લીધો છે પરંતુ તેમના લગ્નમાં અડચણ બન્યા છે સની દેઓલ. શિલ્પા સનીની સાથે ફિલ્મ 'ધ મેન'માં કામ કરી રહી છે. સની આ ફિલ્મના મુખ્ય હીરો હોવા ઉપરાંત નિર્માતા પણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિલ્પાએ આ વર્ષે ક્રિસમસના ઉત્સવી વાતાવરણમાં પોતાના પ્રેમી રાજ કુંદર સાથે લગ્નની યોજના બનાવી હતી. એવુ બતાવાય રહ્યુ છે કે તેમણે માત્ર યોજના જ નહોતી બનાવી પરંતુ લંડનમાં લગ્નનુ સ્થળ પણ નક્કી કરી લીધુ હતુ. શિલ્પાના નજીકના મિત્રોનુ કહેવુ છે કે એ લોકોએ તો એ મહેમાનો જેમને મુંબઈથી લંડન લઈ જવાના છે તેમનુ લિસ્ટ પણ તૈયાર કરી લીધુ હતુ.

લગ્ન સંબંધી યોજનાની જાણ સનીને થતા જ સનીએ શિલ્પાને પોતાની ઓફિસમાં બોલાવી અને ગંભીરતાથી સમજાવી. એવુ બતાવાય રહ્યુ છે કે આ સમજાવવા પાછળનો સાર એટલો જ હતો કે લગ્નની અસર ફિલ્મ પર પડશે. આવા સમયે જ્યારે કે એક અભિનેત્રીના રૂપમાં શિલ્પા પાસે કંઈ ખાસ નથી, એ નથી ઈચ્છતી કે આ ફિલ્મ કોઈ ગૂંચવણમાં ફસાય જાય. તેથી મન મારીને શિલ્પાએ લગ્નની તારીખને આગળ વધારવાનો નિર્ણય કરી લીધો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શિલ્પા, લગ્ન, રાજ કુદરા, ધ મેન, સની દેઓલ