નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હુ ખલનાયક છુ - અક્ષય
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
'બ્લૂ' જ્યારે બનવાની શરૂ થઈ ત્યારે અક્ષય કુમરના પાત્રને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. અક્ષય કુમારનુ પાત્ર ગ્રે શેડ્સમાં છે એવુ કહેવામાં આવ્યુ. અક્ષયે હવે આ વાતને સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ ફિલ્મના નાયક નથી પરંતુ ખલનાયક છે. સંજય દત્ત ફિલ્મના હીરો છે.

'ખાકી' અને 'અજનબી' જેવી કેટલીક ફિલ્મોમાં અક્ષયે નકારાત્મક પાત્ર ભજવ્યુ છે, પરંતુ સાચા વિલન તો તેઓ 'બ્લૂ'માં જ બન્યા છે.

આ વિશે અક્ષયનુ કહેવુ છે કે હીરોનુ પાત્ર તેમણે ઢગલો ફિલ્મમાં ભજવ્યુ અને કંઈક જુદુ કરવાની આ ચાહતમાં જ તેમણે 'બ્લૂ'માં નકારાત્મક પાત્ર ભજવવાનુ મંજૂર કર્યુ. અક્ષયને પૂરી આશા છે કે દર્શક તેમને આ રૂપમાં પણ પસંદ કરશે.

16 ઓક્ટોબરના રોજ રજૂ થઈ રહેલી 'બ્લૂ'માં અક્ષય કુમાર, લારા દત્તા, સંજય દત્ત અને જાયદ ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: મનોરંજન, બોલીવુડ, અક્ષય, બ્લૂ, ખલનાયક