નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » પ્રીતિએ બતાવ્યો અનેરો ઉત્સાહ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 
N.D





















બોલીવુડ અભિનેત્રી પ્રીતિ જિંટા ખૂબ જ હસમુખ અને મિલનશાર માનવામાં આવે છે. થોડા દિવસો પહેલા યોજાયેલ એક ફેશન શો દરમિયાન એ ખૂબ જ મૂડમાં હતી અને રેંપ પર ચાલી રહેલા કલાકારોનો ઉત્સાહ વધારી રહી હતી. ખાસ કરીને સલમાન જ્યારે રેંપ પ્રકટ થયા ત્યારે પ્રીતિએ વાઉ... સલમાન - સલમાન' નો એવી બૂમરાણ મચાવી કે ચારેબાજુ સલમાન સલમાનની ગૂંજ ઉઠી. બૂમો પાડવાની ટીમમાં કોરિયોગ્રાફર અને સફળ નિર્દેશક ફરાહ ખાન પણ તેનો સાથ આપી રહી હતી. આ બંનેની સાથે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ હતા.

IFM
આ વિશેષ ફેશન શો માં સલમાન ઉપરાંત આમિર ખાન, સેફ અલી ખાન, સંજય દત્ત, અજય દેવગન, અક્ષય કુમાર, ગોવિંદા, કેટરીના કેફ, સહિત અરબાઝ અને સોહેલ ખાનનો સમાવેશ થતો હતો. આમ તો આમિર ખાન આવા શોઝમાં ભાગ નથી લેતા પરંતુ જ્યારે તેઓ રેંપ આવ્યા ત્યારે તેમણે પણ લોકોના દિલ જીતી લીધા. આ સમગ્ર કાર્યક્રમનો પ્રીતિએ ભરપૂર આનંદ ઉઠાવ્યો. તે રેંપ પર આવનારા દરેક કલાકારનો સતત ઉત્સાહ વધારી રહી હતી.

પ્રીતિએ આ કાર્યક્રમમાં ખૂબ જ જોશ બતાવ્યો. તેનો ઉત્સાહ એટલો હતો કે જ્યારે શો પૂરો થયો ત્યારે તેનો અવાજ બેસી ગયો. છતાં એ ખૂબ જ ખુશ હતી અને તેના મુજબ આવો કાર્યક્રમ ઈંડસ્ટ્રીની એકતાનો નમૂનો રજૂ કરે છે અને તેનુ આ જ રીતે ઉમળકાથી સ્વાગત કરવુ જોઈએ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, પ્રીતિ જિંટા, અરબાજ, સોહેલ