શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે જ્યારથી લડાઈ થઈ છે ત્યારથી જે લોકો આ બંનેના નજીકના છે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ શાહરૂખના પણ મિત્ર છે અને સલમાનના પણ. જો તેઓ શાહરૂખની નજીક જાય છે તો સલમાનને ખોટુ લાગે છે અને સલમાનની નજીક જાય છે તો શાહરૂખને ખોટુ લાગે છે.
આ બંનેના એક નજીકના મિત્રનુ કહેવુ છે કે બંને વચ્ચે સમતુલન રાખવુ ખૂબ જ મુશ્કેલ છે અને તેમના જેવી જ મુસીબત ઘણા લોકોને થાય છે. બંનેના મિત્રોએ આ સમસ્યાનુ સમાધાન કરવા માટે નક્કી કર્યુ કે બંને વચ્ચે ફરીથી મિત્રતા કરાવી દેવી જોઈએ.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક લોકોએ આ માટે પ્રયત્નો પણ કર્યા,પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા. શાહરૂખ આ વિશે કશુ જ કહેતા ન અથી, પરંતુ સલમાન પોતાની જીદ પર ચઢ્યા છે. તેઓ કોઈ પણ કિમંતે શાહરૂખ સાથેની દુશ્મની ભૂલવા તૈયાર નથી.
સૂત્રોના કહેવ્વા મુજબ સલમાન જેની સાથે દુશ્મની કરી બેસે છે તેને સહેલાઈથી માફ કરતા નથી. વિવેક ઓબેરોય તેનુ એક ઉદાહરણ છે. તેઓ સલમાન પાસે માફી માંગતા ફરી રહ્યા છે,પરંતુ સલમાન તેને નાટક કહીને મજાકમાં વાતને ઉડાવી દે છે.