નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » શિલ્પા શેટ્ટીની આજે સગાઈ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે પોતાના પ્રેમી લંડનના ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે સગાઈ કરવા જઈ રહી છે. આ કાર્યક્રમ રાજના મુંબઈ સ્થિત નિવાસ પર રહેશે. ડિસેમ્બરમાં બંને સાત ફેરા લે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બંને પરિવારમાં સગાઈ કાર્યક્રમને લગતી તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આયોજન માટે શિલ્પાના ઘરને સજાવવામાં આવ્યુ છે. જો કે શમિતા રિયાલિટી શો બિગ બોસમાં હોવાથી આ સગાઈમાં જોડાય નહી શકે.

શિલ્પાના નજીકના લોકોનુ કહેવુ છે કે બિગ બ્રધર દ્વારા પ્રખ્યાત થનારી આ અભિનેત્રીના કપડા જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ તૈયાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ સાથે શિલ્પાનો પ્રેમ લાંબા સમયથી ચર્ચાએ ચઢ્યો છે બંને સંયુક્ત રૂપે ઈંડિયન પ્રીમિયર લીગની રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક પણ છે. શિલ્પાના નામ પર રાજે લંડનમાં એક હોટલ પણ ખરીદી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શિલ્પા, રાજ કુદ્રા, બિગ બોસ, શમિતા, ઈંડિયન પ્રીમિયર લીગ